+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર
સ્થાપના : ૧૬-૦૨-૧૯૭૪

આપની બચત, આપનું સુરક્ષિત ભવિષ્ય

૧૯૭૪ થી વડોદરાની આપની પોતાની સહકારી મંડળી — સલામત થાપણ, આકર્ષક વ્યાજ અને સરળ ધિરાણ.

આપની બચત, આપનું સુરક્ષિત ભવિષ્ય
સ્થાપના : ૧૬-૦૨-૧૯૭૪

પાંચ દાયકાનો વિશ્વાસ

એક ભાડાની નાની ઓરડીથી પોતાના ભવન સુધી — સભાસદોના સાથ અને સહકારથી.

સિંધ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ “વિના સહકાર નહીં ઉદ્ધાર”
  • 9,957સભાસદો (માર્ચ ૨૦૨૫)
  • 52+વર્ષોની સેવા
  • 14થાપણ અને ધિરાણ યોજનાઓ
સ્થાપના : ૧૬-૦૨-૧૯૭૪

ફિક્સ ડિપોઝિટ પર ૫.૭૫% સુધી વ્યાજ

સિનિયર સિટિઝન અને ભારતીય સૈનિકોને ૦.૫૦% વધારાનો લાભ. રિકરિંગ ડિપોઝિટ પર ૬.૫૦% સુધી.

ફિક્સ ડિપોઝિટ પર ૫.૭૫% સુધી વ્યાજ
૧૯૭૪ થી સહકારની સફર
સ્થાપના : ૧૬-૦૨-૧૯૭૪રજિ. નં. સે.-૨૭૮૮
અમારા વિશે

૧૯૭૪ થી સહકારની સફર

સિંધ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના ૧૬ ફેબ્રુઆરી ૧૯૭૪ ના રોજ ૧૪ સ્થાપક સભ્યો દ્વારા વડોદરામાં કરવામાં આવી. મંડળીનો નોંધણી ક્રમાંક સે.-૨૭૮૮ છે.

દેશના ભાગલા અને ત્યાર પછીનાં રમખાણોમાં આર્થિક રીતે ભાંગી પડેલા સિંધી વેપારીઓ અને સમાજના નબળા વર્ગને પરસ્પરના સહકારથી આર્થિક રીતે પગભર કરવાના હેતુથી મંડળીનો જન્મ થયો. એક ભાડાની નાની ઓરડીમાંથી શરૂ થયેલી આ યાત્રા આજે સંત કંવર નગર, વારસિયા ખાતે મંડળીના પોતાના ભવન — સિંધ સમ્રાટ રાજા દાહરસેન ભવન — સુધી પહોંચી છે.

આજે મંડળી બચત, ફરજિયાત બચત, ફિક્સ અને રિકરિંગ ડિપોઝિટ, દૈનિક બચત, લોકર અને વિવિધ ધિરાણ યોજનાઓ દ્વારા હજારો સભાસદોની સેવા કરે છે. સાથે સાથે સભાસદોના બાળકોને શૈક્ષણિક ઇનામ, મરણોત્તર સહાય અને પુત્રી જન્મ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે.

  • ૧૪ સ્થાપક સભ્યો દ્વારા સ્થાપના
  • ૯,૯૫૭ સભાસદોનો વિશ્વાસ
  • મંડળીનું પોતાનું ભવન
  • સિનિયર સિટિઝન અને સૈનિકોને ૦.૫૦% વધુ

અમારી ઓળખ

9,957 સભાસદો (માર્ચ ૨૦૨૫)
52+ વર્ષોની સેવા
14 થાપણ અને ધિરાણ યોજનાઓ
14 સ્થાપક સભ્યો

અમારી યોજનાઓ

બચતથી લઈને વાહન અને મિલકત ધિરાણ સુધી — દરેક જરૂરિયાત માટે

બધું જુઓ
12%વ્યાજ દર જાત જામીન ધિરાણ બે જામીનદારો સાથે રૂ. ૧,૫૦,૦૦૦ સુધીનું ધિરાણ, વધુમાં વધુ ૪૦ હપ્તા. વિગત જુઓ 11%વ્યાજ દર હાયર પરચેઝ (વાહન) લોન ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર માટે રૂ. ૧૦ લાખ સુધીનું હપ્તાથી ધિરાણ. વિગત જુઓ 9%વ્યાજ દર થાપણ સામે ધિરાણ આપની પિગ્મી / થાપણ ઉપર ૭૫% સુધી ઝડપી ધિરાણ, વ્યક્તિગત કે ધંધાકીય ઉપયોગ માટે. વિગત જુઓ પી.એમ. લોન નાના ધંધાર્થીઓ અને વ્યક્તિઓ માટે સરકાર સમર્થિત લોન યોજનાઓ. વિગત જુઓ 10%વ્યાજ દર એન.એસ.સી. / કે.વી.પી. ધિરાણ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અથવા કિસાન વિકાસ પત્ર ઉપર ૭૫% સુધી ધિરાણ. વિગત જુઓ કર્મચારી લોન નોકરિયાત સભાસદો માટે ઓછા વ્યાજે ધિરાણની સુવિધા. વિગત જુઓ 12%વ્યાજ દર સ્થાવર મિલકત મોર્ગેજ લોન જમીન કે મકાન જેવી સ્થાવર મિલકત ઉપર રૂ. ૧૫ લાખ સુધીનું ધિરાણ. વિગત જુઓ માઇક્રો લોન વ્યક્તિઓ અને નાના ધંધાઓને ટેકો આપવા માટે નાની લોન. વિગત જુઓ

વ્યાજના દર

બધું જુઓ

થાપણના વ્યાજના દરો

થાપણ પ્રકાર વ્યાજ દર
સેવિંગ્સ થાપણ 3.0%
પિગ્મી થાપણ 3.0%
ફરજિયાત બચત થાપણ 5.0%
શેર (ડિવિડન્ડ) 12.0%

બાંધી મુદત થાપણના દરો

મુદત વ્યાજ દર
૧૨ માસ થી ૨૪ માસ 5.25%
૨૫ માસ થી ૩૬ માસ 5.50%
૩૭ માસ થી વધુ 5.75%

સિનિયર સિટિઝન અને ભારતીય સૈનિકોને ૦.૫૦% વધારાનો લાભ મળશે (ઓછામાં ઓછા ૧ વર્ષ માટે રૂ. ૧૦,૦૦૦ થી વધુની થાપણ પર).

રિકરિંગ થાપણના દરો

મુદત વ્યાજ દર
૧૨ માસ માટે 6.00%
૧૩ થી ૨૪ માસ માટે 6.25%
૨૫ થી ૬૦ માસ માટે 6.50%

ધિરાણ વ્યાજના દરો

લોન પ્રકાર રકમ વ્યાજ દર
પિગ્મી ડિપોઝિટ ઉપર ધિરાણ ૭૫% સુધી 9%
જાત જામીન ધિરાણ ₹૧,૫૦,૦૦૦/- સુધી 12%
વ્હીકલ લોન ₹૧૦,૦૦,૦૦૦/- સુધી 11%
એન.એસ.સી. / કે.વી.પી. ૭૫% સુધી 10%
સ્થાવર મિલકત ઉપર ધિરાણ ₹૧૫,૦૦,૦૦૦/- સુધી 12%

દર ફેરફારને પાત્ર છે. ચોક્કસ વિગત માટે મંડળીનો સંપર્ક કરો.

શ્રી રમેશ મેઠારામ ગ્યાનચંદાણી
પ્રમુખશ્રીનું નિવેદન
એક ભાડાની નાની ઓરડીથી લઈને આજે મજબૂત અને સ્વતંત્ર સંસ્થા તરીકે વિકસિત થવાની આ યાત્રા સાચા અર્થમાં સહકાર અને સમૂહભાવનાની સાક્ષી છે.
શ્રી રમેશ મેઠારામ ગ્યાનચંદાણીપ્રમુખશ્રી · એડવોકેટ એન્ડ નોટરી, આસિ. ગવર્નમેન્ટ પ્લીડર
વધુ વાંચો

સભાસદો માટે સેવાઓ

થાપણ અને ધિરાણ ઉપરાંત સભાસદ પરિવાર માટે

સેફ ડિપોઝિટ લોકર

મંડળીના ભવનમાં નાના, મધ્યમ અને મોટા — ત્રણ સાઈઝના લોકરની સુવિધા.

મરણોત્તર સહાય

વર્ષ દરમિયાન અવસાન પામનાર સભાસદના વારસદારને આર્થિક મદદ ચૂકવવામાં આવે છે.

પુત્રી જન્મ સહાય

સભાસદના ઘરે પુત્રીના જન્મના આનંદમાં મંડળી પણ સહભાગી થાય છે અને પ્રોત્સાહન રકમ આપે છે.

શૈક્ષણિક ઇનામ

અભ્યાસમાં સારા ગુણ મેળવનાર સભાસદોનાં બાળકોને દર વર્ષે ઇનામ વિતરણ.

તહેવાર અને રાષ્ટ્રીય પર્વ

૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે ધ્વજવંદન; ચેટીચંડ, ગણેશ ઉત્સવ અને ધનતેરસે લક્ષ્મી પૂજન — સૌ સભાસદોને જાહેર આમંત્રણ.

સિનિયર સિટિઝન અને સૈનિકોને વધુ વ્યાજ

સિનિયર સિટિઝન અને ભારતીય સૈનિકોને ૦.૫૦% વધારાનો લાભ મળશે (ઓછામાં ઓછા ૧ વર્ષ માટે રૂ. ૧૦,૦૦૦ થી વધુની થાપણ પર).

વ્યવસ્થાપક મંડળ

બધું જુઓ
શ્રી રમેશ મેઠારામ ગ્યાનચંદાણી
શ્રી રમેશ મેઠારામ ગ્યાનચંદાણીપ્રમુખશ્રી
શ્રી સુનિલ અકુમલ બાલાણી
શ્રી સુનિલ અકુમલ બાલાણીઉપ-પ્રમુખશ્રી
શ્રી લક્ષ્મણ સાંવલદાસ વાધવાણી
શ્રી લક્ષ્મણ સાંવલદાસ વાધવાણીઉપ-પ્રમુખશ્રી
શ્રી રમેશ ગેલારામ રમરખિયાણી
શ્રી રમેશ ગેલારામ રમરખિયાણીમાનદ મંત્રીશ્રી
શ્રી ભગવાનદાસ ગ્યાનચંદ ખેમાણી
શ્રી ભગવાનદાસ ગ્યાનચંદ ખેમાણીમાનદ સહ મંત્રીશ્રી
શ્રી રાજા સેવકરામ બચાણી
શ્રી રાજા સેવકરામ બચાણીકારોબારી સભ્યશ્રી
શ્રી નંદકિશોર દૌલતરામ હરિરામાણી
શ્રી નંદકિશોર દૌલતરામ હરિરામાણીકારોબારી સભ્યશ્રી
શ્રીમતી મનીષા મહેશ સિતલાણી
શ્રીમતી મનીષા મહેશ સિતલાણીકારોબારી સભ્યશ્રી
શ્રી જીતેન્દ્ર હોતચંદ લાલવાણી
શ્રી જીતેન્દ્ર હોતચંદ લાલવાણીકારોબારી સભ્યશ્રી

સૂચના બોર્ડ

બધું જુઓ
નવું૫૩મો વાર્ષિક અહેવાલ ૨૦૨૫-૨૦૨૬ પ્રસિદ્ધ મંડળીનો ૫૩મો વાર્ષિક અહેવાલ (૨૦૨૫-૨૦૨૬) હવે ઉપલબ્ધ છે. સભાસદો તેને વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે અથવા મંડળીની ઓફિસમાંથી મેળવી શકે છે. 25ઑક્ટો સિનિયર સિટિઝન અને ભારતીય સૈનિકોને ૦.૫૦% વધારાનું વ્યાજ સિનિયર સિટિઝન અને ભારતીય સૈનિકોને ૦.૫૦% વધારાનો લાભ મળશે (ઓછામાં ઓછા ૧ વર્ષ માટે રૂ. ૧૦,૦૦૦ થી વધુની થાપણ પર). 25ઑક્ટો કામકાજનો સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ મંડળીનો કામકાજનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ છે (લંચ ટાઇમ ૧:૦૦ થી ૨:૩૦, રિસેસ ૨:૦૦ થી ૨:૩૦). જાહેર તહેવારો તથા દર માસના બીજા અને ચોથા શનિવારે રજા રહ… વાર્ષિક સામાન્ય સભા — તા. ૨૨-૦૬-૨૦૨૫ સિંધ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.ના તમામ સભાસદોને જણાવવામાં આવે છે કે સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨-૦૬-૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ક…

ફોટો ગેલેરી

બધું જુઓ

ગણતરી કરો

લોનનો હપ્તો અને થાપણની પાકતી રકમ તરત જાણો

લોનની રકમ
—
કુલ વ્યાજ
—
કુલ ચુકવણી
—

આ ગણતરી અંદાજિત છે. ચોક્કસ વિગત માટે મંડળીનો સંપર્ક કરો.

આજે જ સભાસદ બનો

થાપણ, ધિરાણ કે લોકર વિશે કોઈ પણ માહિતી માટે અમારો સંપર્ક કરો.