+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

જાત જામીન ધિરાણ

બે જામીનદારો સાથે રૂ. ૧,૫૦,૦૦૦ સુધીનું ધિરાણ, વધુમાં વધુ ૪૦ હપ્તા.

જાત જામીન ધિરાણ

અરજી સાથે જોઈતા દસ્તાવેજો

  • સભાસદ તથા બે જામીનદારોના તાજેતરના ફોટા.
  • સભાસદ તથા બે જામીનદારોના મંડળીએ બનાવેલા ઓળખ પત્ર (આઈ-કાર્ડ) ની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • સભાસદ તથા બે જામીનદારો પૈકી કોઈ એકના નામના મકાનની છેલ્લી વેરા ભર્યાની પાવતી (બિલ સાથે) અથવા તાજેતરનું પ્રોપર્ટી રજીસ્ટ્રેશન કાર્ડ.
  • આવકનો દાખલો અથવા પાછલા વર્ષના ઇન્કમ ટેક્ષ રિટર્નની નકલ.
  • બીજી બેંકના ખાતાનું છેલ્લા ત્રણ માસનું સ્ટેટમેન્ટ.

નોંધ

  • કરજ વધુમાં વધુ ૪૦ હપ્તા માટે આપવામાં આવશે.
  • કરજ ઉપર મંડળી ઠરાવે તે પ્રમાણે વ્યાજ લેવામાં આવશે.
  • કરજ રૂ. ૫૦,૦૦૦/- થી વધુ હોય તો એક મકાન માલિક જામીન હોવો જોઈએ અથવા અરજદાર પોતે મકાન ધરાવતો હોવો જોઈએ, અને સરકારશ્રીએ નક્કી કરેલ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે.
  • હપ્તા ECS પદ્ધતિથી ભરવાના રહેશે; સિક્યોરિટી પેટે ૫ ચેક પોતાના તથા ૨-૨ ચેક જામીનદારોના આપવાના રહેશે.
  • લોન લેનાર સભાસદો એકબીજાના સામસામે જામીન થઈ શકશે નહીં.
  • સભાસદ દાખલ થયાની તારીખથી ૬ માસ પૂરા થયા બાદ લોન મેળવવા હકદાર ગણાશે; આ નિયમ જામીનદારને પણ લાગુ પડશે.
  • કરજદાર તથા જામીનદારો જેના જામીન થયેલા હોય તેઓના બાકી હપ્તા, વ્યાજ, દંડ-વ્યાજ વગેરે ભરપાઈ થયેલા હોવા જોઈએ, અન્યથા લોન મંજૂર થશે નહીં.

મુખ્ય લાભો

  • રૂ. ૧,૫૦,૦૦૦ સુધી
  • વધુમાં વધુ ૪૦ હપ્તા