+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

સહકાર એટલે શું?

સહકાર એટલે શું?

સહકાર એ મૂળભૂત મૂલ્યો પર આધારિત આર્થિક પ્રણાલી છે, જેના દ્વારા અર્થતંત્રના શોષણાત્મક વલણોને રોકી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ટકી રહેવા માટે સક્ષમ બનાવવાનો મુખ્ય હેતુ છે. સમગ્ર વિશ્વમાં સહકારનું આંદોલન ફેલાયું છે.

આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાની સપ્ટેમ્બર-૧૯૯૫ માં મેન્ચેસ્ટર ખાતે મળેલી સહકારી કોંગ્રેસે સહકારી મૂલ્યોની વ્યાખ્યા કરી છે:

“સ્વાશ્રય, લોકશાહી, સમાનતા, ન્યાય અને એકતાનાં મૂલ્યો ઉપર આધારિત સહકારી સંસ્થાઓ પ્રામાણિકતા, પારદર્શિતા, સામાજિક ઉત્તરદાયિત્વ અને બીજાની કાળજી જેવાં નૈતિક મૂલ્યોને માન્યતા આપે છે.”

વ્યાખ્યા: સહકારી મંડળી સ્વેચ્છાએ સંગઠિત થયેલી વ્યક્તિઓનું સ્વાયત્ત મંડળ છે, જે સંયુક્ત માલિકીના અને લોકશાહી ઢબે સંચાલિત સાહસ દ્વારા પોતાની સમાન આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પૂરી કરે છે.

પુનર્રચિત સહકારી સિદ્ધાંતો : ૧૯૯૫

  1. સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ
  2. સભાસદોનો લોકશાહી અંકુશ
  3. સભાસદોની આર્થિક સહભાગીદારી
  4. સ્વાયત્તતા અને સ્વતંત્રતા
  5. શિક્ષણ, તાલીમ અને માહિતી
  6. સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર
  7. સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ

સહકાર ગીત

સહકાર ગીત