૨૫ ઑક્ટો, ૨૦૨૬
સિંધ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.ના તમામ સભાસદોને જણાવવામાં આવે છે કે સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨-૦૬-૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કરમચંદાણી હોલ, સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી પાસે, સંત કંવર નગર, વારસિયા, વડોદરા ખાતે નીચેના કામકાજ માટે મળશે. દરેક સભાસદને સમયસર હાજર રહેવા વિનંતી.
કાર્યસૂચિ
- સભાના પ્રમુખશ્રીની વરણી કરવા બાબત.
- ગઈ સાધારણ સભાનો અહેવાલ વંચાણમાં લઈ બહાલી આપવા બાબત.
- તા. ૩૧-૩-૨૦૨૫ ના રોજ પૂરા થતા વર્ષના ઓડિટરે તપાસેલ હિસાબો મંજૂર કરવા બાબત.
- નફાની ફાળવણીને બહાલી આપવા બાબત.
- સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટેનું અંદાજપત્રક મંજૂર કરવા બાબત.
- સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટે આંતરિક ઓડિટરની નિમણૂક કરવાની સત્તા કારોબારી બોર્ડને આપવા બાબત.
- સને ૨૦૨૩-૨૪ની ઓડિટ નોંધ વંચાણમાં લેવા બાબત.
- માન. પ્રમુખશ્રીની પરવાનગીથી રજૂ થાય તે કામો કરવા બાબત.
— માનદ મંત્રીશ્રી