+91 94091 65132 sindhcoopcrso@yahoo.com રજિ. નં. સે.-૨૭૮૮
સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

વાર્ષિક સામાન્ય સભા — તા. ૨૨-૦૬-૨૦૨૫

૨૫ ઑક્ટો, ૨૦૨૬

વાર્ષિક સામાન્ય સભા — તા. ૨૨-૦૬-૨૦૨૫

સિંધ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.ના તમામ સભાસદોને જણાવવામાં આવે છે કે સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨-૦૬-૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કરમચંદાણી હોલ, સિંધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી પાસે, સંત કંવર નગર, વારસિયા, વડોદરા ખાતે નીચેના કામકાજ માટે મળશે. દરેક સભાસદને સમયસર હાજર રહેવા વિનંતી.

કાર્યસૂચિ

  1. સભાના પ્રમુખશ્રીની વરણી કરવા બાબત.
  2. ગઈ સાધારણ સભાનો અહેવાલ વંચાણમાં લઈ બહાલી આપવા બાબત.
  3. તા. ૩૧-૩-૨૦૨૫ ના રોજ પૂરા થતા વર્ષના ઓડિટરે તપાસેલ હિસાબો મંજૂર કરવા બાબત.
  4. નફાની ફાળવણીને બહાલી આપવા બાબત.
  5. સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટેનું અંદાજપત્રક મંજૂર કરવા બાબત.
  6. સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટે આંતરિક ઓડિટરની નિમણૂક કરવાની સત્તા કારોબારી બોર્ડને આપવા બાબત.
  7. સને ૨૦૨૩-૨૪ની ઓડિટ નોંધ વંચાણમાં લેવા બાબત.
  8. માન. પ્રમુખશ્રીની પરવાનગીથી રજૂ થાય તે કામો કરવા બાબત.

— માનદ મંત્રીશ્રી