અરજી સાથે જોઈતા દસ્તાવેજો
- સભાસદ તથા બે જામીનદારોના તાજેતરના ફોટા.
- સભાસદ તથા બે જામીનદારોના મંડળીએ બનાવેલા ઓળખ પત્ર (આઈ-કાર્ડ) ની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
- આવકનો દાખલો અથવા પાછલા વર્ષના ઇન્કમ ટેક્ષ રિટર્નની નકલ.
- બીજી બેંકના ખાતાનું છેલ્લા ત્રણ માસનું સ્ટેટમેન્ટ.
- જે વાહન ખરીદવાનું હોય તેના વિક્રેતાનું કોટેશન.
નોંધ
- કોટેશનમાં જણાવેલ વાહનની કિંમતના ૩૦% રકમ ડાઉન પેમેન્ટ તરીકે ભરવાની રહેશે.
- વાહન લોન વધુમાં વધુ રૂ. ૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) સુધી આપવામાં આવશે.
- મુદત વધુમાં વધુ ૬૦ માસ: ટુ-વ્હીલર તથા થ્રી-વ્હીલર માટે ૨૪ થી ૩૬ માસ, ફોર-વ્હીલર માટે ૨૪ થી ૬૦ માસ.
- કરજ ઉપર મંડળી ઠરાવે તે પ્રમાણે વ્યાજ લેવામાં આવશે.
- લોન લેનાર સભાસદો એકબીજાના સામસામે જામીન થઈ શકશે નહીં.
- હપ્તા ECS પદ્ધતિથી ભરવાના રહેશે; સિક્યોરિટી પેટે ૫ ચેક પોતાના તથા ૨-૨ ચેક જામીનદારોના આપવાના રહેશે.
- મંજૂર લોનના ૧% જેટલી ફરજિયાત બચત ભરેલી હોવી જોઈએ.
- અરજી આપતા પહેલાં કરજદાર તથા જામીનદારોનું KYC પૂર્ણ કરાવી લેવું.
- કરજદાર તથા જામીનદારો જેના જામીન થયેલા હોય તેઓના બાકી હપ્તા, વ્યાજ, દંડ-વ્યાજ વગેરે ભરપાઈ થયેલા હોવા જોઈએ.
મુખ્ય લાભો
- રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધી
- ૬૦ માસ સુધીની મુદત
- ૩૦% ડાઉન પેમેન્ટ