વસૂલાતનાં પગલાં
નિવેદનવાળા વર્ષમાં મંડળીએ મુદતવીતી બાકીદારો ઉપર સહકારી કાયદાની કલમ ૯૬ હેઠળ બોર્ડ ઓફ નોમિનીઝ (લવાદ કોર્ટ) માં કુલ રૂ. ૧૮,૭૬,૦૦૮/- ના કરજની વસૂલાત માટે ૧૭ નવા દાવા દાખલ કર્યા છે, જેની સામે રૂ. ૩,૩૨,૭૪૭/- ની વસૂલાત આવી છે. ૧૦ સભાસદો ઉપર કુલ રૂ. ૮,૪૮,૯૮૨/- ના કરજની વસૂલાત માટે સિવિલ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી છે, જે પૈકી રૂ. ૪,૭૩,૩૭૬/- ની વસૂલાત આવી છે.
નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ રૂ. ૬૦,૬૬,૫૨૮/- ના કરજની વસૂલાત માટે ૭૪ નવા કેસ દાખલ કર્યા, જેની સામે રૂ. ૨૨,૬૬,૪૩૭/- ની વસૂલાત આવી છે.
આમ કુલ મળીને રૂ. ૩૦,૭૨,૫૬૦/- ની વસૂલાત આવી છે, અને મુદતવીતી બાકીની વસૂલાત માટે કડક કાર્યવાહી ચાલુ છે.
સભાસદો તથા જામીનદારોને ખાસ વિનંતી કે તેઓ લીધેલું કરજ, તેમજ જે સભાસદોને લોનમાં જામીનગીરી આપી હોય તેનું કરજ, નિયમિત ભરે, જેથી આગળ જતાં દાવા કે જામીનના પ્રશ્નો ઊભા ન થાય.